આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી 65,314 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા 0.35 સેમી ખોલીને 10,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
નોંધનીય છે કે, બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી ગઇ છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીનો કુલ સ્ટોરેજ જથ્થો 5234.10 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. હવે માત્ર 1.06 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડતો હતો. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 પાર કરી 137.08 મીટર થઈ ગઈ છે.
હાલ મંત્રીઓની નર્મદામાં વધતી વિઝીટ અને તૈયારીઓ ભાગ રૂપે આગામી 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે, બે દિવસના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી રહી છે.