વડોદરા શહેરમાં અચાનક ઇન્ક્મટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. નામાંકિત બિલ્ડર ગૃપમાં અચાનક દરોડા પાડવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચી ગયો છે. દિવાળીના તહેવારો પર ઇન્ક્મ ટેક્ષ વિભાગ એક્ટીવ થતા ફફડાટ જોવા મળ્યો છે. ગુજરાતમાં ઘણા સમયબાદ ઇન્કમટેક્ષનું સર્ચ મોટુ સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે.
વહેલી સવારે વડોદરામાં આઇટી વિભાગની 12 થી વધુ ટીમો બિલ્ડર ગૃપમાં બે નામાંકિત બિલ્ડરના ત્યાં રેડ પાડવામાં આવી છે. આ રેડમાં અમદાવાદ સહિત સુરતના આઇટી વિભાગના 100થી વધુ અધિકારીઓ પણ જોડાયેલા છે.
આઇટી વિભાગના અધિકારીઓએ બિલ્ડર નિલેશ શેઠ અને સોનક શાહ સહિતના ભાગીદારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
આઇટી વિભાગની તપાસ હજુ લાબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. આ સાથે મોટાપાયે બેનામી વ્યવહારો અને સંપતિ પણ મળી આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. આ સાથે આ બિલ્ડરો સાથે રાજકીય વ્યકિતોએ પણ ભાગીદાર હોવાનું જાણવા મળે છે.