હાલના સમયમાં વીજબીલ વધતું જાય છે અને સામે લોકોના ખિસ્સા પણ આ વીજબિલ ભરવામાં ખાલી થતા જઈ રહ્યા છે. ત્યારે ઘણા લોકો જાગૃત બની રહ્યા છે અને સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છે. અનેક ઘરો આજે સોલાર સિસ્ટમથી સજ્જ થઈ ગયા છે. જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા વીજબિલ ના પૈસા વેડફાઈ જાય તે કરતા વીજળી પણ વપરાશ થાય. અને સામે જિલ્લા પંચાયતને પણ આવક થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું જે અનુસંધાને વીજબિલ સંપૂર્ણપણે ઝીરો કરવા માટે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 68 કિલો વોટ ની સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી.
એક સમયે દર મહિને એક લાખ દસ હજાર સુધીનું લાઈટ બિલ જિલ્લા પંચાયતનું આવતું હતું જેથી બાર મહિનાના એટલે કે એક વર્ષનો વીજખર્ચ જિલ્લા પંચાયત પર 13 લાખથી પણ વધુ આંબી જતું હતું જે બચત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ એક બીડું ઝડપ્યું જે માટે જિલ્લા પંચાયતના ભવન પર 68 કિલો વોટની સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી જેથી આ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ થવાથી કચેરીનું લાઈટ બિલ સંપૂર્ણપણે ઝીરો થઈ ગયું અને સામે વીજળી વિભાગ પાસેથી 1.7 રૂપિયા એક યુનિટના લેખે આવક પણ મળતી થઈ.
જિલ્લા પંચાયતમાં કરેલ પ્રયોગ ખૂબ સફળતા તાલુકા પંચાયતમાં પણ આ સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી જે અનુસંધાને જુનાગઢના ભેસાણ તથા માણાવદર તાલુકા પંચાયતમાં 24 કિલો વોટ ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી. જેમાં 15,000 નું બિલ દર મહિને આવતું તે હવે શૂન્ય થઈ ગયું છે. આ સાથે જિલ્લાના 20 ગ્રામ પંચાયતમાં ત્રણ કિલો વોટની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેમાં પણ લાઈટ બિલ ઝીરો થઈ ગયું છે.
જુનાગઢ જિલ્લાની 57 ગ્રામ પંચાયતમાંથી 20 ગ્રામ પંચાયતમાં ત્રણ કિલો વોટ ની સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. હજુ પણ જેમ જેમ નવા ગ્રામ પંચાયત ભવન બનતા જશે તેમ આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેથી વીજ બચત પણ થશે અને સામે આવકનો સ્ત્રોત પણ ઉભો થશે 37 ગ્રામ પંચાયતમાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કામ શરૂ છે જે એક મહિનાની અંદર પૂર્ણ થઈ જશે.