દિવસેને દિવસે વ્યાજ ખોરોના કારણે આપઘાત વધી રહ્યા છે, ત્યારે જેતપુર (Jetpur)માં એક જ દિવસમાં બે યુવાનોએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. જેતપુર શહેરના પાંચ પીપળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં પોતાના ઘરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ રૂપિયાની આર્થિક સંકળામણ અને પૈસાની લેતી-દેતીના કારણો સર હર્ષ રમેશભાઈ મેર ઉ.વ 23 નામનાં યુવકે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું તો બીજી બાજુ જેતપુર શહેરના મોટા ચોક વિસ્તારમાં આવેલ કામદાર શેરીમાં જીમ ટ્રેનર રોનક મનીષભાઈ લાઠીગરા ઉ.વ.22એ વ્યાજ ખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પી લેતાં મોત થયા હોવાનું સામે આવ્યું છે અને બંને યુવાનોના મૃતદેહોને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને સીટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આર્થિક તંગીના કારણે યુવાને આત્મહત્યા કરી
મળતી વિગતો અનુસાર જેતપુર શહેરના પાંચ પીપળીયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા હર્ષ મેર નામના યુવાને આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઘરે અકેલા હતો તે દરમિયાન ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે અને પોલીસને પરિવાર દ્વારા જણાવ્યા અનુસાર આર્થિક સંકળામણ અને પૈસાની લેતીદેતીના કારણે યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, પરિવારના એકના એક 23 વર્ષનો દીકરો આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો
તો બીજી બાજુ જેતપુર શહેરના મોટા ચોક વિસ્તારમાં આવેલ કામદાર શેરીમાં રહેતા સોની યુવક અને જીમ ટ્રેનર રોનક લાથીગરાએ ગત રાત્રે વ્યાજ ખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. યુવકે જુદા-જુદા 5 થી 6 લોકો પાસેથી બે લાખ જેટલા વ્યાજે નાણાં લીધા હોવાની હોવાનું હાલ પોલીસને પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે અને યુવકને વ્યાજખોરો ત્રાસ આપતા હોવાથી ઝેરી દવા પીધી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, હાલ સમગ્ર મામલે જેતપુર સીટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.