વોટર આઈડી કાર્ડ નથી, છતાં પણ તમે વોટ કરી શકો છો, આમાંથી એક ડોક્યુમેન્ટની પડશે જરૂર
આવતીકાલે ગુજરાતના 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન છે. કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જે જિલ્લાઓમાં મતદાન યોજાયું છે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.
આવી સ્થિતિમાં, જો તમે પણ આ જિલ્લાઓમાંથી આવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જો તમારી પાસે મતદાર ઓળખ કાર્ડ ન હોય તો પણ તમે તમારો મત આપી શકો છો. જો કે આ માટે મતદાર યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. તમે વોટર આઈડી કાર્ડ વિના કેવી રીતે મતદાન કરી શકશો? ચાલો સમજીએ…
પહેલા જાણો કોને મત આપવાનો અધિકાર છે?
આવા તમામ નાગરિકો મતદાન કરી શકશે જેમનું નામ મતદાર યાદીમાં હશે. જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તમે મતદાર ઓળખ કાર્ડ વગર પણ મતદાન કરી શકશો. જો કે, આ માટે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત 12 પ્રકારના દસ્તાવેજોમાંથી કોઈપણ એક હોવું ફરજિયાત છે.
વોટર આઈડીની ગેરહાજરીમાં,કયા દસ્તાવેજો બતાવીને મત આપી શકો છો ?
1. પાસપોર્ટ
2. ડ્રાઇવિંગ લાઇસન્સ
3. જો તમે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી છો અથવા PSU અને પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરતા હોવ તો કંપનીના ફોટો આઈડીના આધારે પણ વોટિંગ કરી શકાય છે.
4. પાન કાર્ડ
5. આધાર કાર્ડ
6. પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરાયેલ પાસબુક.
7. મનરેગા જોબ કાર્ડ.
8. શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આરોગ્ય વીમા કાર્ડ.
9. પેન્શન કાર્ડ કે જેના પર તમારો ફોટો લગાવેલ છે અને પ્રમાણિત છે.
10. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ.
11. સાંસદ/ધારાસભ્ય/MLC દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ.
12. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ અનન્ય વિકલાંગતા ID (UDID) કાર્ડ.
(તમે આમાંથી કોઈપણ એક આઈડી કાર્ડ બતાવવા પર મત આપી શકશો.)
હું મતદાર યાદીમાં મારું નામ કેવી રીતે તપાસી શકું?
મતદારો તેમના નામ અને મતદાન મથકની માહિતી વોટર હેલ્પલાઇન એપ અથવા નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (NVSP) પર ચકાસી શકે છે.