રસ્તાઓને નુકસાન પહોંચતા ST બસ સેવા પ્રભાવિત
વરસાદને લઇ આજે STની 612 ટ્રીપો બંધ
આગાહીને લઇ તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના
સમગ્ર રાજયમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદની મહેર જોવ મળી રહી છે. રાજ્યમાં અનરાધાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે. આ તરફ રસ્તાઓને નુકસાન પહોંચતા ST બસ સેવા પણ પ્રભાવિત થઈ છે. જેને લઈ હવે આજે STની 612 ટ્રીપો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વરસાદની આગાહીને લઇ તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે. આ સાથે ડ્રાઇવરોને બસ પાણીમાં ન ઉતારવા સૂચના અપાઇ છે.
ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદ અને ખાસ દક્ષિણ ગુજરાતમાં આવેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. તેવામાં નવસારી-વલસાડ પંથકમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેને લઈ ST બસ સેવા પ્રભાવિત થઈ છે. આ તરફ હવે વરસાદને લઇ આજે STની 612 ટ્રીપો બંધ રાખવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇ તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.
નવસારી-વલસાડ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ આવ્યા બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેવામાં નવસારી,ચીખલી,ગ્રીડ અલીપુરનો રસ્તો બંધ કરાયો હતો. જોકે સ્થિતી સામાન્ય થતા સાઉથ મુંબઇનો રોડ ફરી શરૂ કરાશે. આ સાથે વઘઇ-સાપુતારા માર્ગ નાના વાહનો માટે ખુલ્લો મુકાયો છે. આ તરફ નવસારી, બીલીમોરા, વલસાડ, કપરાડા, ડાંગના ગ્રામ્ય વિસ્તારનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાઈ જતાં હવે ST બસ સેવા પણ પ્રભાવિત થઈ છે. નિગમ દ્વારા ભારે વરસાદની આગાહીને લઇ તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપી દેવાઈ છે. આ સાથે આજે STની 612 ટ્રીપો બંધ કરાઇ છે. આ તરફ વરસાદની સ્થિતિ વચ્ચે ડ્રાઇવરોને બસ પાણીમાં ન ઉતારવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.