અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે
વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો.
સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાનાં ગામડાંમાં પડી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.સાવરકુંડલા તાલુકામાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના વીજપડી ગામમાં આજે અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો, જેને કારણે રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું.સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાનાં ગામડાંમાં પડી રહ્યો છે.
ધારી, કુંકાવાવ, બાબરા વિસ્તારમાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે કેટલાંક ગામડાંમાં નદી-નાળાં પણ છલકાયાં હતાં. ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોને પણ આ વર્ષ સારુ જાય એવી આશા બંધાય છે. હાલ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેમજ શહેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.અમરેલી જિલ્લાની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો.