22 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું
ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી રકવામાં આવી છે
ગુજરાતમાં બે દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ 22 જુલાઇથી મેઘરાજા આક્રમક બેટિંગ કરે તો નવાઇ નહીં. કારણ કે હવામાન વિભાગ દ્વારા 22જુલાઇથી
રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.’
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 22 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 23મીએ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી રકવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું. તેમજ દ્વારકા, જામનગર, મોરબીમાં તથા પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો આ તરફ રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, ખેડા, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી . તો 24 જુલાઈએ કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડશે તેમ આગાહી કરી. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત ઘમરોળશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ચાલુ સિઝનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.
વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે. હજુ પણ રાજ્યમાં કુલ 55 જેટલા બસોના રૂટ બંધ છે. વરસાદના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોનાં મૃત્યુ થયા છે. ઉકાઈ ડેમમાંથી પણ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. 2.70 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં પાકને નુકસાન થઈ શકે છે.’