રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એક્શનમાં તંત્ર
ભાવનગરમાં 1 NDRF ની ટીમ આવી પહોંચી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઇને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં ટીમ એલર્ટ મોડમાં આવી ગઇ છે.
દરિયા કિનારો ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા NDRFની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. જિલ્લામાં 29 સેલટર હોમ તૈયાર કરાયા છે. જિલ્લા કન્ટ્રોલરૂમ ઉપરાંત તમામ તાલુકા મથકે 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. તેમજ અધિકારીઓ ને હેડક્વાર્ટર ના છોડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયુ ટીમ તૈયાર કરાઈ છે. તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આપવામાં આવેલ 5 દિવસ ની ભારે થી અતિભારે વરસાદની આગાહી ને પગલે સમગ્ર ગુજરાતમાં 8 જેટલી NDRF ની ટીમ ફાળવવામાં આવી છે જેના પગલે ભાવનગર શહેર માં પણ એક NDRF ની ટીમ આજ વહેલી સવારે આવી પહોંચી હતી.ભાવનગર શહેર માં 25 સભ્યો ની NDRF ની એક ટીમ આવી પહોંચી હતી. આધુનિક સાધનોથી સજ્જ NDRF ની ટીમ હાલ પૂરતી ભાવનગર શહેરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, નવસારી, સુરત, આણંદ,વડોદરા, ભરૂચ, સુર, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.