- હર્ષ સંઘવી પોતાનો લોકસંપર્કનો અંદાજ અલગ જ રાખે છે
- વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા.
- નાનપણના દિવસો યાદ કરતા હોય તે રીતે વડના ઝાડ નીચે ઝૂલો ઝૂલ્યા
રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી સતત કોઈકને કોઈક કારણસર મીડિયામાં ચર્ચામાં રહે છે. હર્ષ સંઘવી આજે સુરત ખાતે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. દરમિયાન પોતાના મતવિસ્તારના જે લોકો છે તેમનો તેમણે સંપર્ક કર્યો હતો. મોર્નિંગ વોક કરવા દરમિયાન વડના ઝાડ નીચે બેઠેલા કેટલાક તેમના મિત્રો સાથે તેઓ થોડા સમય માટે રમત રમ્યા હતા. તેમજ આ સાથે જ વડની વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા.હર્ષ સંઘવી પોતાનો લોકસંપર્કનો અંદાજ અલગ જ રાખે છે. અન્ય રાજકીય નેતાઓ કરતા તેઓ પોતાની છબી અલગ રીતે પોતાના વિસ્તારમાં ઊભી કરવામાં સફળ થઇ રહ્યા છે.
યુવાવયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ પણ તેઓ પોતાનો બાળ સહજ સ્વભાવમાં જોવા મળતા હોય છે. તેઓ આજે સવારે મોર્નિંગ વોક કરવા જ્યારે નીકળ્યા હતા ત્યારે વડનું ઝાડ જોઈને જાણે બાળકની જેમ ઝૂલો ઝીલવાની ઈચ્છા થાય તે રીતે તેમની સાથેના કેટલાક લોકોને તેમણે પોતે વડવાઈઓના સહારે ઝૂલો ઝુલાવ્યા હતા. તેઓ પોતાને પણ રોકી શક્યા ન હતા. ગૃહ રાજ્યમંત્રી હોવાને નાતે કડક સુરક્ષા તો તેમની આસપાસ હતી જ પરંતુ તેઓ થોડા સમય માટે જાણે તેને અવગણીને નાનપણના દિવસો યાદ કરતા હોય તે રીતે વડના ઝાડ નીચે ઝૂલો ઝૂલ્યા હતા.મોર્નિંગ વોક કરવા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી વહેલી સવારે કસરત કરતા લોકો વચ્ચે ખૂબ જ હળવાશ ભર્યા અંદાજમાં ગૃહમંત્રી લટાર મારતા દેખાયા હતા.
જે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી આટલા સહજતાથી લોકોને મળે તો સ્વભાવિક રીતે જ લોકોને પણ આનંદ થાય. હર્ષ સંઘવીને ઝૂલો ઝૂલતા જોઈએ તમામ તેમની સાથે ઉભેલા લોકો પણ ખુશ થઈ ગયા હતા. તેમાં સિક્યુરિટી તેમની નજીક આવી ગયા હતા પરંતુ તેમણે સહેજવાર માટે તેમનાથી અળગા રહીને બાળ સહજ સ્વભાવની રીતે થોડી ક્ષણો માણી લીધી હતી. મજુરા વિધાનસભા મતવિસ્તારમાં સમયાંતરે હર્ષ સંઘવી પોતાના મત વિસ્તારના લોકો સાથે ખૂબ જ સહજતાથી મળતા હોય છે. જેને કારણે એક રાજનેતા તરીકે તેમની છબી અન્ય નેતાઓ કરતા અલગ જ ઊભી થઈ રહી છે.