કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અમિત શાહે આજે સોમેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજના દિવસે તેમના દ્વારા ભગવાન શિવના રુદ્ર અવતાર તરીકે ગણાતા હનુમાનજી મહારાજની પ્રતિમાનું સ્થાપન સોમનાથ દરિયા કિનારા પર કરાયું છે. સાથે સાથે આજે રુદ્રીપાઠની શરૂઆત પણ તેમના હસ્તે કરવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય સહકારિતા અને ગૃહ પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટી તરીકે સેવા આપતા અમિત શાહે આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. પાછલા ઘણા સમયથી અમિત શાહ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ ઉત્સુક હતા. તે પ્રસંગે આજે તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો હતો. જે અંતર્ગત તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવની સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો.
આ સાથે જ અમિત શાહે સોમનાથ મહાદેવ પર નૂતન ધજા રોહણ કરીને સોમનાથ મહાદેવ પ્રત્યે તેમની આસ્થા પ્રગટ કરી હતી. પાછલા ઘણા સમયથી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા ને લઈને ખૂબ ઉત્સુક જણાતા હતા. જે ઉત્સુકતાનો આજે મહાદેવના દર્શન સાથે અંત આવ્યો છે.
ગ્રુપ પથન અમિત શાહની સોમનાથ દર્શન અને મુલાકાત સમયે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સચિવ અને જૂનાગઢના સાંસદની સાથે રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આજથી મહાદેવની રુદ્રી માટેની કાયમી અને અલગ વ્યવસ્થા અમિત શાહના હસ્તે શુભ આરંભ કરવામાં આવ્યો છે. વધુમાં દેવાધિદેવ મહાદેવની સાથે માતા પાર્વતીના વસ્ત્રો ભાવિકો ને પ્રસાદીના રૂપે અલગથી મળી રહે તે માટેની ઓનલાઈન વ્યવસ્થા પણ આગામી દિવસોમાં શરૂ થશે. જેને કારણે માતા પાર્વતીના વસ્ત્રાલંકારના દર્શન અને તેને પ્રસાદી રૂપે પ્રત્યક્ષ ભક્તોને મળી રહેશે.
વધુમાં સોમનાથ ટ્રસ્ટના નજીક આવેલા સમુદ્ર તટ પર નાના વેપારીઓ માટેની રોજગાર લક્ષી યોજનાની પણ શરૂઆત થઈ છે જેનો શુભારંભ પણ અમિત શાહ દ્વારા કરાયો હતો.