રાજકોટ શહેરના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આવતીકાલથી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આ કથાનું આયોજન કરાયું છે.આ કથામાં વ્યાસાસને સાળંગપુર ધામના વકતા હરિપ્રસાદદાસજી સ્વામી બિરાજમાન થશે અને કથાનું રસપાન કરાવશે.
આવતીકાલથી પહેલી તારીખ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લગભગ ભારતમાં પ્રથમ વખત આવી યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં 30,000થી પણ વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે જ 1000 જેટલા સ્વયંસેવકો પણ ખડેપગે પોતાની ફરજ બજાવશે સાથે 500 જેટલી મહિલાઓ પણ પોતાની સેવા બજાવશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ કથામાં 20000 જેટલી ખુરશીઓ તેમજ 1000 જેટલી વીઆઈપી બેઠકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
અને કથા સાંભળવા આવેલા ભક્તોને સ્થળ પર જ ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ મહિલાઓ માટે પણ બેઠક વ્યવસ્થા અલગ ગોઠવવામાં આવી છે. કોઈપણ શ્રોતાજનોને અગવડ ના પડે તેના માટે સતત સ્વયંસેવકો ખડેપગે રહેશે અને અલગ અલગ ત્રણ જેટલી જગ્યાએ ભક્તો માટે પ્રવેશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ અલગ-અલગ પાંચ જેટલી જગ્યાઓએ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાળંગપુર ધામના વક્તા હરિપ્રકાશદાસ સ્વામીના સાંનિધ્યમાં રાજકોટ ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા યુવા કથા યોજાવા જઈ રહી છે.
કથાનો પ્રારંભ 7-30થી થશે,એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
આ કથાનો પ્રારંભ સાંજે 7:30થી થશે, ત્યારબાદ 7:30થી 8:30 સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યના કલાકારો પોતાની કલા રજૂ કરશે. ત્યારબાદ 8:30 થી 11:30 સુધી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથાનો શહેરીજનોને લાભ લેવા હનુમાન ચાલીસા યુવા કથા આયોજન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
કેવી હશે પાર્કિંગ વ્યવસ્થા ?
આ કાર્યક્રમમાં પાર્કિંગને લઇને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં રેસકોર્સ રીંગ રોડના ફરતે વાહનો રાખી શકાશે આ ઉપરાંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમના કેમ્પસ બહાર પાર્ક થશે,બહુમાળી ભવનની અંદર વાહનો મૂકી શકાશે તથા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં પણ વાહનો પાર્ક કરી શકાશે.કથામાં આવનાર વી વીઆઈપી મહેમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા રેસકોર્સ ગ્રાઉન્ડમાં રંગ મંચની બાજુમાં રાખવામાં આવી છે જેની એન્ટ્રી એરપોર્ટ બાજુથી રાખવામાં આવી છે.