વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડે પદભાર સંભાળ્યો હતો. વિધાનસભાની પ્રથમ બેઠકમાં મતદાન યોજાયું હતું. જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને જેઠા ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
વિધાનસભામાં શંકર ચૌધરીના નામનો અધ્યક્ષ માટેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં મૂક્યો હતો. જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકે વરણી થતા ગૃહમાં જય શ્રીરામના નારા લાગ્યા હતા.
શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે
શંકર ચૌધરી 27 વર્ષની વયે પ્રથમ ચુંટણી લડ્યા હતા. તેઓ પ્રથમ થરાદ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 1998માં શંકર ચૌધરી રાધનપુર સીટ પર ભાજપમાંથી ચુંટણી લડ્યા હતા, શંકર ચૌધરીને 39700 મત મળ્યા હતા અને વિજય થયો હતો. 2002ની વિધાનસભા સીટ પર ભાજપમાંથી શંકર ચૌધરી રાધનપુર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા શંકર ચૌધરીને 63297 મત મળ્યા હતા અને વિજય બન્યા હતા. 2007ની ચુટણીમાં શંકર ચૌધરી રાધનપુર સીટ પર 55507 મત મળ્યા હતા અને વિજેતા બન્યા હતા.
2012માં શંકર ચૌધરી રાધનપુર બેઠકના સ્થાને વાવ બેઠક પરથી ચુંટણી લડ્યા હતા. વાવ બેઠક પર કોગ્રેસના ગેનીબેન ઠાકોરને હરાવીને શંકર ચૌધરી વિજેતા બન્યા હતા. જ્યારે 2017માં ફરી શંકર ચૌધરી વાવ બેઠક પર ચુંટણી લડ્યા અને કોગ્રેસના ગેનીબેન ઠાકોરે તેમને હરાવ્યા હતા. આમ જોઇએ તો 1998થી લઇને 2012 સુધી શંકર ચૌધરી સતત જીતતા રહ્યા છે. બનાસડેરીના ચેરમેન પદ પર ફરજ બજાવે છે.
શંકર ચૌધરીના રાજકીય કરિયરની વાત કરીએ તો તેઓ ચાર વાર ધારસભ્ય બન્યા છે આનંદીબેનની કેબિનેટમાં તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. આ ઉપરાંત બનાસ ડેરીના તેઓ સાંપ્રત ચેરમેન પણ છે. બનાસકાંઠા જિલ્લા સહકારી બેંકના તેઓ ચેરમેન છે. શંકર ચૌધરી ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ ચેરમેન પણ છે. હવે શંકર ચૌધરીને 15મી વિધાનસભામાં અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
જેઠા ભરવાડ અગાઉ ભુપેન્દ્ર પટેલની સરકારમાં 14મી વિધાનસભામાં જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે ફરીથી 2022માં 15મી વિધાનસભમાં જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જેઠા ભરવાડ શહેરા વિધાનસભામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે.