ગુજરાતના દરિયા કાંઠે ડોલ્ફિનની વસ્તી ૬૮૦ નોંધાઈ હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ગણતરી અનુસાર રાજ્યમાં ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના છે.
અન્ય વિસ્તારોની વાત કરીએ તો, કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીના દરિયાકાંઠાના ક્ષેત્રોમાં ૪ ડોલ્ફિન જોવા મળી છે.આ ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની છે. વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલી આ ગણતરી વૈજ્ઞાનિકો, નિરીક્ષકો, ક્ષેત્ર સહાયકો સહિત ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા