હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 2 દિવસ આગ ઓકતી ગરમીનો સામનો કરવો પડશે. આજે અને આવતીકાલે 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 43 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 26 મેથી તાપમાનો પારો ગગડવા લાગશે.
કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા,જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
કયા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, બોટાદ, ખેડા, મહીસાગર,સાબરકાંઠા સહિતના જિલ્લામાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. કચ્છ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ વડોદરા, સુરેન્દ્રનગર, પાટણ, પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.