ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’એ ડંકો વગાડ્યો છે. ભારત તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કારમાં મોકલાઈ છે જે ગુજરાતીઓ માટે મોટી ગર્વની વાત છે. નવ વર્ષના બાળક સમય જે સૌરાષ્ટ્રના ચલાલા ગામનો છે જેના પાત્રને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મની સમગ્ર વાર્તા છે. જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને સિનેમા હોલમાં લાંચ આપીને સિનેમા પ્રોજેક્ટર ટેકનિશ્યન સાથે જોઈને બેસે છે. આ દરમ્યાન સમગ્ર પ્રક્રિયા જોઈને-શીખીને પોતાનું પ્રોજેક્ટર બનાવવાનો પ્રયાસ કરે છે અને નિષ્ફળતાની વચ્ચે સફળતા મળે છે તેને લઈને સમગ્ર રસપ્રદ વાર્તા છે.
ફિલ્મના કલાકારો
ભાવિન રબારી (સમય)
ભાવેશ શ્રીમાળી (ફઝલ)
રિચા મીના (બા – સમયની માતા)
દિપેન રાવલ (બાપુજી – સમયના પિતા)
પરેશ મહેતા (સિનેમા મેનેજર)