ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર
3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં મળશે ઑર્ડર
ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી
લાંબા સમયથી રાહ જોઇ રહેલા ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-1 અંતર્ગત 1,300 શિક્ષકોની ધો.1થી 5માં ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ટેટ-2 અંતર્ગત 2 હજાર શિક્ષકોની ધો.6થી 8માં ફાળવણી થઈ છે.સૌથી વધુ કચ્છમાં 226 શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં 6 શિક્ષકોની થઈ છે.
છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા હતી. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારના સ્વર્ણિમ પાર્કમાં દેખાવ પણ કર્યા હતા.2019માં ભરતીમાં પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિદ્યાસહાયકની 19 હજારથી વધુ ખાલી જગ્યા છે. જેમાંથી 3300 જગ્યા જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરી દેવામાં આવશે. કરકારની જાહેરાતથી ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારોમાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.