સુરતમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 61 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે. જો કે, હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ‘દક્ષિણ ગુજરાતમાં સવારે લગભગ 10:26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે.’ દક્ષિણ પૂર્વ સુરતથી 60 કિલોમીટર દૂર અને જમીનથી 7 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.
આપને જણાવી દઈએ કે, કચ્છમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટેર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.6ની નોંધાઈ હતી. ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું હતી. આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.