હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં અંગદઝાડતી ગરમી સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ છે. સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર જઈ શકે તેવી સંભાવના છે. સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો જવાની સંભાવના વ્યક્ત કરી છે.
જાણો ક્યા કેટલુ તાપમાન રહેશે ?
આજે રાજ્યના 20 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આ સાથે જ 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે.બીજી તરફ આ અગાઉ અરવલ્લી,મહીસાગર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 45 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.