વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગમાં રાજ્યોનું રેન્કિંગ જાહેર કર્યું
પહેલા ક્રમે આવ્યું આંધ્રપ્રદેશ
બીજા નંબર લાગ્યો ગુજરાતનો
દેશમાં બિઝનેસ કરવા મામલે ગુજરાતનો દબદબો વધતો જાય છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બિઝનેસનો ખૂબ સાનુકૂળ માહોલ સર્જાયો છે અને સતત તેનું પ્રદર્શન સારુ બની રહ્યું છે. 2019ના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત 10મા ક્રમે હતું પરંતુ 2020ના રેન્કીંગમાં ગુજરાત સીધું 2જા નંબરે આવ્યું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગમાં રાજ્યોનું રેન્કિંગ જાહેર કર્યું છે. આમાં આંધ્રપ્રદેશ રાજ્યને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું છે. તેમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (કેન્દ્રશાસિત પ્રદેશો)ની રેન્કિંગ નક્કી કરવામાં આવી હતી
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે આંધ્રપ્રદેશ પહેલા નંબરે આવ્યું છે. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં આંધ્રપ્રદેશ બાદ ગુજરાતનો બીજો નંબર આવે છે. ત્યાર બાદ હરિયાણા, પંજાબ, કર્ણાટક તમિલનાડુ અને તેલંગાણા આવે છે, આ તમામ રાજ્યોને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યો તરીકે જણાવાયા છે.
ઈઝ ઓફ ડુઈંઝ બિઝનેસમાં ગુજરાતનો બીજો નંબર આવ્યો છે. અગાઉના રેન્કીંગની તુલનાએ ગુજરાતનો આ 8 પોઈન્ટનો ઉછાળો છે. ગુજરાત એવા બે રાજ્યોમાં સામેલ છે કે જેમણે 301 સુધારાનો 100 ટકા અમલ કર્યો છે.