રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે.
૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા.
૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે
ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. તેમાં રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી છે.સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. જયારે ગત સાલે કોરોનાને લઈને ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ હતી.
૨૦૧૬ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૧૮ રીંછ, ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. બાદમાં ચાલુ સાલે હાથ ધરાયેલ ગણતરીમાં ૩૦ રીંછ, ૨૬ દીપડા સહીત ૭૧૪ અન્ય વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. એટલે કે ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા. જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.ચાલુ સાલે નોધાયેલ આકડા પ્રમાણે ૨૯૫ જેટલા વન્ય પ્રાણીઓનો વધારો થયો છે.
એક તરફ જંગલ વિસ્તારને અડીને ખેતીલાયક ખેતરો પણ આવેલા છે. બીજી તરફ ગણતરીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે, ત્યારે એક ડરનો વધારો પણ થયો છે. અગાઉ અનેક વાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા અને રીંછએ દેખા દીધેલ છે. ત્યારથી પંથકમાં એક ડર સતાવી રહ્યો હતો. બાદમાં હવે આ સંખ્યમાં વધારો થતા સ્થાનિકોને ડરમાં એટલો જ વધારો થયો છે.