Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે. આજે સવારથી જ મતદાન કેન્દ્રો બહાર મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
લોકશાહીના અવસર પર મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બુથ નં.95, શીલજ પ્રાથમિક શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. તેમને લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી.
ગુજરાતમાં 1લી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં હતા. આગામી 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.