Gujarat News: જૂનાગઢમાં પોલીસના તોડકાંડના મામલામાં રુપિયા 25 લાખની માંગણી કરનાર SOG કચેરીના સસ્પેન્ડેડ ASI દિપક જાનીની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. દિપક જાનીની જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
ATS દ્વારા ધરપકડ
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર અને દુબઇ સુધી તેના તાર જોડાયેલા છે, તેવા જૂનાગઢ પોલીસના તોડકાંડ કેસમાં મુખ્ય આરોપીએ કેરળના વેપારી પાસેથી તેનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બદલામાં 25 લાખની રકમની માંગણી કરી હતી. હજુ સુધી આ કેસના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI એ.એમ. ગોહિલની ધરપકડ કરવામાં આવી નથી. આ સમગ્ર કેસમાં મુખ્ય સુત્રધાર સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટ અને તેનો સાગરીત દિપ શાહ બન્ને જેલમાં છે.