ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં 19 જિલ્લામાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન થશે.
પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ
બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા
Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક