ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક ગુજરાતીમાં અનેરી ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલ બેલેટ પેપરની મત ગણતરી શરુ થઈ છે. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠક પર ચાર રાઉન્ડ અંતે ભાજપના ડો. દર્શિતા શાહ 18015ની લીડથી અને જેતપુર બેઠકના જયેશ રાદડિયા 20400ની લીડથી આગળ ચાલી રહ્યા છે.
AAP અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર
અન્ય ઉમેદવારોની વાત કરીએ તો 6 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયાને લીડ મળી છે. તેઓ 2400 મતથી આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ પૂર્વની બેઠક પર ઉદય કાનગડ 11,887 મતથી, ગોંડલ બેઠક પર ગીતાબા 12600 મતથી, રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા 6089 મતથી અને ગ્રામ્ય બેઠક પર 9087 મતથી ભાનુબેન બાબરીયા અને રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ડો. દર્શિતા શાહ 2999 મતથી આગળ ચાલી રહ્યા છે.હાલ ધોરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયા 1976 મતથી આગળ છે. જયારે આમ આદમી પાર્ટી બીજા નંબર પર જ્યારે કે ત્રીજા નંબર પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા છે.