અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની 50 હજાર કરતાં વધારે મતે જીત થઈ ગઈ છે. આ બેઠક પર કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે.
વિરમગામ બેઠક પર ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલને અત્યાર સુધીમાં 48.55 ટકા મત મળ્યાં છે. જ્યારે બીજા ક્રમે રહેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોરને 27.51 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ છે, જેમાં કોંગી ઉમેદવાર લાખાભાઈ ભરવાડને માત્ર 19.36 ટકા મત મળ્યાં છે.
આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર સતત ચોથા રાઉન્ડના અંતે હાર્દિક પટેલ 14 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
અત્યાર સુધીની મત ગણતરી પ્રમાણે, હાર્દિક પટેલને અત્યાર સુધીમાં સરેરાશ 46.78 ટકા મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે રહેલા આમ આદમી પાર્ટીના અમરસિંહ સોલંકીને 29,74 ટકા મત મળ્યાં છે.
આ બેઠક પર ભાજપના હાર્દિક પટેલ (Hardik Patel), કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ અને આપના અમરસિંહ ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ છે.
ભાજપના હાર્દિક પટેલ આગળ, જ્યારે આપ ઉમેદવાર અમરસિંહ ઠાકોર બીજા ક્રમે પહોંચ્યા
આ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને કોંગ્રેસના જેઠા ભરવાડ પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર આગળ ચાલી રહ્યાં છે
કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ નબળી: હાર્દિક પટેલ
વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ (Hardik Patel) મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. અહીં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ગુજરાતની અસ્મિતા વિરુદ્ધ કામ કર્યું છે. કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં પણ નબળી છે. લોકોને ભાજપ પર ભરોસો છે. જે લોકો પાસે વિઝન નથી, તેઓ પોતે તો આગળ વધતા જ નથી, પરંતુ દેશને પણ આગળ વધારી શકતા નથી.
કેટલા ટકા મતદાન થયું
વિરમગામ બેઠક પર 156004 પુરુષ અને 146726 મહિલા મતદારો તથા 4 અન્ય મળી કુલ 302734 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 63.95 ટકા મતદાન થયું છે.
વિરમગામ બેઠકની રસપ્રદ વિગત
વિરમગામ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 39મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠકમાં વિરમગામ તાલુકો, માંડલ તાલુકો અને દેત્રોજ તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિરમગામ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે. વિરમગામમાં મુનસર તળાવ આવેલું છે અને તેની આસપાસ સોલંકીકાળની સ્થાપના શૈલીમાં પત્થરથી બનાવેલા 285 દહેરા આવેલા છે. આ તળાવ પાસે સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત પૌરાણિક મંદિર છે. આ બેઠક પર ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ જીતતું આવ્યું છે. 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતભરમાં ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ વિરમગામ છે.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 40 પુરુષ અને 2 મહિલા મળી કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 8 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 22 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ આ બેઠક પર વિજયી થાય છે. 2017માં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડનો 6548 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 76178 મત મળ્યા હતા.