જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની જીત થઈ છે. કોંગ્રેસે બિપિનસિંહ જાડેજાને ટિકિટ આપી છે. તેમણે B.Com,BP.edસુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 3,59,83,58 નીજંગમ મિલકત છે. જ્યારે ભાજપે રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. તેમણે બી.ઇ. મિકેનીકલ સુધીનોઅભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 6,23,56,93 ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ કરસનભાઇ કરમુરને ટિકિટ આપી છે.તેમણે ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો છે તેમની પાસે રૂપિયા11,45,67,32 ની જંગમ મિલકત છે.
ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.
હકૂભા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે
જામનગર ઉત્તર બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો તેમા 19 ટકા મુસ્લિમ, 12 ટકા ઓબીસી, 11 ટકા એસ.ટી, અને 57 ટકા સામાન્ય છે.હકૂભા તરીકે ઓળખતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ મુળુભાઇ બેરાને 9448 મતોથી પરાજય આપી વિજયી બન્યા હતાં. આ બેઠક પર હકૂભા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે.