ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલાં જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે, ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતાં આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર, જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. એમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું, જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે, જે ગઈ ચૂંટણી કરતાં 4 ટકા જેટલું ઓછું છે. એની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનાં રાજકીય ભાવિ નક્કી કરશે. ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતાં પ્રદેશ કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે તેમજ 12.30 વાગ્યે સી.આર.પાટીલ કમલમ પહોંચશે.
ગુજરાત ચૂંટણીનાં પરિણામો જાહેર થવા લાગ્યા બાદ ભાજપે ટ્રેન્ડમાં 150થી વધુ બેઠક હાંસલ કરી લીધી છે. એને પગલે દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદીના પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.
હેલિપેડ ગ્રાઉન્ડમાં 12મીએ શપથવિધિ
આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ખાતે થશે. નવી સરકારની શપથવિધિની શક્યતા.
પાર્ટીની હાર બાદ કાર્યકરે કોંગ્રેસ ઓફિસે હોબાળો મચાવ્યો
કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અમે વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એકવાર જાઓ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાખી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 ડિસેમ્બરે શપથવિધિ
આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે નવી સરકારની શપથવિધિની શક્યતા.
3.40ઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અશ્વિન કોટવાલની ખેડબ્રહ્મા સીટ પર તુષાર ચૌધરી સામે હાર
3.10ઃ મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠક ઉપર ભાજપના કુબેર ડીંડોરની જીત.
- થરાદ સીટ પરથી ભાજપના શંકર ચૌધરીની જીત
- ભીલોડા સીટ પરથી પૂર્વ IPS અને ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાની જીત
- ઇડર સીટ પરથી પૂર્વ શિક્ષણમંત્રી રમણલાલ વોરાની જીત
- અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ સીટ પરથી જીત
- 6 ટર્મથી જીતી રહેલા ભાજપના કેશુ નાકરાણીની ગારિયાધાર સીટ પરથી આપના સુધીર વાઘાણી સામે હાર
- ઝઘડિયા સીટ પર 1990થી જીતતા આવતા છોટુ વસાવાની જીત, ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો વિજય
- આંકલાવ સીટ પરથી કોંગ્રેસના અમિત ચાવડાની જીત
- સાવરકુંડલા સીટ પર ભાજપના મહેશ કસવાલાની જીત
- બોરસદમાં 1967 બાદ પહેલીવાર કોંગ્રેસની હાર અને ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત
- પાવી જેતપુર સીટ પરથી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર
- બાયડ સીટ પરથી અપક્ષના ધવલસિંહ ઝાલાની જીત
- આંકલાવમાં અમિત ચાવડાની જીત બાદ રિકાઉન્ટીંગ થયું
- મહુધા સીટ પર ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત, 1975 બાદ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત
- ભાજપના કંચનબેન રાદડીયાની ઠક્કરબાપાનગર સીટ પરથી 63647 મતોથી જીત
- આંકલાવ સીટ પરથી અમિત ચાવડાની જીત
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 30 હજાર મતથી આગળ
- પૂર્વ મંત્રી કુમાર કાનાણીની જીત
- વિસાવદર સીટ પરથી પક્ષ પલટું હર્ષદ રિબડિયાની AAP સામે હાર
- ઇસુદાન ગઢવીનો ખંભાળિયા સીટ પર પરાજય
- પરેશ ધાનાણીની અમરેલી સીટ પરથી હાર
- પૂર્વ મંત્રી જવાહર ચાવડાની માણાવદર સીટ પરથી હાર
- ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની હાર
- AAPએ ગુજરાતમાં ખાતું ખોલ્યું, જામજોધપુરમાં આપના હેમંત ખવાએ ભાજપના પૂર્વ મંત્રીને હરાવ્યા
- કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી 5000 મતથી આગળ
- દસમાં રાઉન્ડના ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના પુરુષોત્તમ સોલંકી 42,179 મતથી આગળ.
- ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર બારમાં રાઉન્ડના અંતે ભાજપના જીતુ વાઘાણી 21000 મત કરતા વધુ મતથી આગળ.
- કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત
- ગારિયાધાર, બોટાદ, જામજોધપુર, ભીલોડા, વિસાવદર, ડેડીયાપાડામાં AAP આગળ
- ઇસુદાન ગઢવી 11 હજાર મતથી પાછળ
- 10 વર્ષ બાદ પોરબંદરથી અર્જુન મોઢવાડિયાની જીત
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 60 હજાર મતે જીત, જમાલપુર-ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અને અસારવા સીટ પરથી દર્શના વાઘેલાની જીત
- ડેડીયાપાડા સીટ પરથી આપના ચૈતર વસાવા 8,120 મતથી આગળ
- ભાજપ 156+1(જીત), કોંગ્રેસ 14, આમ આદમી પાર્ટી 6 અને અન્ય 4 સીટ પર આગળ છે.
- સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત
- ભાજપ 151 તો કોંગ્રેસ 18, આપ 7 અને અન્ય 6 સીટ પર આગળ ચાલી રહ્યા હતા.
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાછળ
- ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહની 149 સીટનો રેકોર્ડ તોડ્યો, 151 સીટ પર આગળ
- પરેશ ધાનાણી 7 હજાર મતથી આગળ
- ઇસુદાન ગઢવી 3100 મતે આગળ
- ગારીયાધારમાં આપના સુધીર વાઘાણી આગળ
- જીતુ વાઘાણી આગળ
- કોંગ્રેસના મેવાણી આગળ
- કોંગ્રેસના મેવાણી પાછળ
- બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ
- ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ
- આપના ચૈતર વસાવા આગળ
- ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ
- ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ
- શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
- વાવ સીટ પરથી કોંગ્રેસના ગેની બેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ
- વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ
- મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ
- EVMની મતગણતરી શરૂ થઈ
- ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ
- વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ
- ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ
- કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ
- પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ
2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.
સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવ્યા છે.