ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ વખતે રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા હતા તેમજ કોંગ્રેસે દિપક વેકરીયાને ટિકિટ આપી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને મેદાને ઉતાર્યા હતાં. આ બેઠક પર ઓલ ઓવર જોઈએ તો મહોનસિંહ રાઠવા અને જયેશ રાદડિયા દબદબો રહ્યો છે.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
જેતપુર વિધાનસભા બેઠકની રાજકીય ઈતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે, 1999 પછી ભાજપ અને કોંગ્રેસનો બંન્નેનો દબદબો રહ્યો છે. 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ સારી બહુમતી સાથે જીત્યા હતા અને તેમણે આ જીત બાદ તેમણે બે મહિનામાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યાર બાદ આ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે જયેશ રાદડીયા ટિકિટ આપી અને તેમનો ફરી વિજય થયો હતો. 2012ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી અને કોંગ્રેસના જયેશ રાદડિયા સામે ભાજપના જશુમતી કોરાટનો 18033 મતે પરાજય થયો હતો અને જયેશ રાદડિયાને 85827 મત મળ્યા હતા. આ બેઠક 2007માં કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા જીત્યા હતાં તેમજ 2002 ભાજપના વિચેતભાઇ બારિયા જીત્યા હતાં. 1999ની પેટા ચૂંટણીમાં ભાજપના જશુબેન કોરાટે વિજય થયાં હતાં 1998માં કોંગ્રેસના મોહનસિંહ રાઠવા અને 1995માં કોંગ્રેસના રાઠવા મોહનસિંહ વિજય થયાં હતાં. 1975થી લઈ 1990 સુધી મોહનસિંહ રાઠવા આ બેઠક જીત્યાં હતાં
જેતપુરના જાતિગત સમીકરણ
આ બેઠક પર લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર સમાજના મતાદારોના દબદબો વધુ છે. જો વર્ષ 2018ના આંકડા તપાસીએ તો આ બેઠક પર 2,52,718 મતદારો હતા. જેમાં લગભગ 119815 મહિલા અને 132903 પુરૂષ મતદારો હતા. જેતપુર બેઠકના જાતિગત સમીકરણોની તપાસીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું દબદબો વધુ છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો 100 ટકામાંથી 45 ટકા લેઉવા પટેલ, 7 ટકા કોળી અને 13 ટકા દલિત તેમજ 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ અને અન્ય 23 ટકા જેટલા અન્ય મતદારો છે.