ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ ચૂકી છે. ગણતરીના પ્રથમ 1 કલાકમાં ભાજપ 131 બેઠકો પર તો કોંગ્રેસ 45 બેઠકો પર આગળ છે. પ્રથમ રાઉન્ડમાં વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પાછળ હતાં જોકે બીજા રાઉન્ડમાં તેઓ આગળ છે. આદિવાસી મત વિસ્તારની બેઠકોમાં આમ આદમી પાર્ટી આગળ છે.
લાઈવ અપડેટ
- ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જયેશ રાદડિયા જીત તરફ
- ધોરાજી બેઠક પર ભાજપ આગળ, લલિત વસોયા ત્રીજા નંબરે
- પ્રથમ રાઉન્ડમાં ભાજપને 52.3 ટકા અને કોંગ્રેસને 27.4 ટકા મત મળ્યા
- પ્રથમ એક કલાકની ગણતરી પૂરી, ભાજપ 131 તો કોંગ્રેસ 45 બેઠક પર આગળ
- કુતિયાણામાં કાંધલ જાડેજા આગળ
- અમરેલીમાં પરેશ ધાનાણી, રાજુલામા અમરીશ ડેર પાછળ
- ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા આગળ
- વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ તો ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી પાછળ
- મહિસાગરની ત્રણેય બેઠકો પર કોંગ્રેસ આગળ
- મજુરામાં હર્ષ સંઘવી આગળ, જસદણમાં કુંવરજી બાવળિયા પાછળ
- વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ, જમાલપુરમાં ઇમરાન ખેડાવાલા આગળ
- ખંભાળિયામાં ઇસુદાન અને વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ
- પાદરા બેઠક પર દિનુમામા આગળ, દ્વારકામાં પબુભા માણેક આગળ
- અબડાસા, માંડવી, ઘાટલોડિયા અને મણિનગર બેઠક પર ભાજપ આગળ
- કતારગામથી ગોપાલ ઇટાલિયા આગળ
- વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પેટલ મતદાન કેન્દ્ર પહોંચ્યા
- મતદાન કેન્દ્રો પર ઉમેદવારો માટે સીસીટીવીની સુવિધા, સ્ટ્રોંગરૂમના દ્રશ્યો સીધા લાઈવ નિહાળી શકશે
- ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મત ગણતરી મથકે પહોંચ્યા, આઠ થી દશ હજારના મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે
ગુજરાતમા કોણ સત્તાનો સરતાજ બનશે તેની આજે ઘોષણા થવાની છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાયુ હતું. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થયું હતું. આજે મતગણતરીના દિવસે સવારથી ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહની સાથે અણધારી ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મતદાન થયું છે એ આંકડાએ અનેક રાજકીય પંડિતો અને રાજકીય પક્ષોને વિચારતા કર્યા છે.
ગુજરાતમાં કેટલા ટકા થયું મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 64.33 ટકા મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 63.31 ટકા અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયું હતું.
કુલ 1621 ઉમેદવારો મેદાનમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. પ્રથમ તબક્કામાં 788 અને બીજા તબક્કામાં 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.