ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ અંગે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપ ઉમેદવાર દર્શિતા શાહની જીત ભવ્ય જીત થઇ છે, જયારે કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયાની કારમી હાર થઇ છે. દર્શિતા શાહને 77,000 થી વધુ મત મળ્યા છે, જયારે કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયાને માત્ર 17,000 અને આપના ઉમેદવાર દિનેશ જોશીને 15,000 જેટલા મત મળ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહે 54,000થી વધુ મતોની લીડ સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પણ રેકોર્ડ તોડ્યો છે.
સૌરાષ્ટ્રનો ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા છે. છેલ્લા 37 વર્ષથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પરથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશનાર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2002માં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિધાનસભાના ઉમેદવાર બન્યા હતા અને તેઓ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્ય બનીને ગુજરાતના સીએમ બન્યા હતા. વર્ષ 2017 ની ચૂંટણીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. વજુભાઈ વાળાનો વર્ષ 1985થી આ બેઠક પર સતત દબદબો રહ્યો હતો. આ વખતે વિજય રૂપાણીની હોમટાઉન ગણાતી આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે અને આ વખતે નારાજગીને પગલે આ બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ડોક્ટર દર્શિતા શાહ સામે કોંગ્રેસના મનસુખ કાલરિયા મોટી ટક્કર આપશે. આપ દ્વારા દિનેશ જોશીને ટિકીટ આપવામાં આવી છે.
ભાજપે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર બે ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને બે વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂકેલા દર્શીતા શાહને ટીકિટ આપી છે. ભાજપ દ્વારા ડોક્ટર કક્ષાના ઉમેદવારને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. દર્શિતા શાહ પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયા પાટીદાર નેતા છે. કોર્પોરેશનમાં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. આ સાથે જ કાલરીયા કોંગ્રેસમાં સતત પ્રયત્નશીલ નેતાની છાપ પણ ધરાવે છે. જ્યારે પશ્ચિમ બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો જોતા કોંગ્રેસ દ્વારા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી મનસુખ કાલરીયાને ટિકિટ આપી છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આપ ઉમેદવાર રાજ્યોની તમામ બેઠક પર આ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજકોટની હાઈ પ્રોફાઈલ પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોશીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને આ વખતે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોષીને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર કુલ 353947 મતદારો છે.જેમાંથી 1,79,559 પુરુષ મતદાર છે. જ્યારે 1,74, 382 સ્ત્રી મતદાર છે. આ ઉપરાંત 6 અન્ય મતદાર છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણીને હરાવવા માટે કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડ્યા હતા. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.