ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)નું બીજા તબક્કાનું મતદાન 8 વાગ્યે શરૂ થયું છે. પ્રથમ એક કલાકમાં રાજ્યમાં 4.75 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામા આવી છે. કયા જિલ્લામાં કેટલું મતદાન થયું અંગેની વિગત નીચે આપવામાં આવેલા કોષ્ટકમાં આપવામાં આવશે.
833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 764 પુરુષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 5 ડિસેમ્બરે મતદાન માટે 26,409 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 8,533 શહેરી વિસ્તાર અને 17,876 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો બીજા તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,51,58,730 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,29,26,501 પુરુષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારો છે.
કયા જિલ્લામાં કેટલું મતદાન
પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પહેલા તબક્કામાં 63.31 ટકા મતદાન થયું છે. જેમાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે, જે છેલ્લી ચૂંટણી કરતાં 5.19 ટકા ઓછું છે, જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નોંધાયું છે, જે કચ્છ જિલ્લાના શહેરી વિસ્તાર ગાંધીધામ મતવિસ્તાર કરતાં 34.85 ટકા જેટલું વધારે છે. આ આંકડા શહેરી મતદારોની ઉદાસીનતા દર્શાવે છે.