ગુજરાતનાં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરી છે. દિવાળી બાદ પડતર દિવસે પણ રજા રહેશે. રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરૂવારે દિવાળીની રજા, તા.2-11-2024 શનિવારે નૂતન વર્ષની રજા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજની રજા રહેશે.
તા.1-11-2024 શુક્રવારે સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ તે દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે.