રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ
માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માંગ
72 કર્મચારી સંગઠન મેદાને આવ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર સામે મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ શરૂ થયાં છે. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગામે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓ ભેગા થઈ સરકાર લડી લેવાની વાત કરી હતી. તો વળી બીજી તરફ સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એકમંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ કરશે. તેમજ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના સતત બીજા પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.પાણીની માગ સાથે બીજા દિવસે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.વિધાનસભા ચૂંટણી પહેલાં મહાઆંદોલન શરૂ થવાના એંધાણ શરૂ થયાં છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ શરૂઆત કરી છે.
આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના પણ કરાઈ છે. જેથી આજે તમામ કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઘરણાં પ્રદર્શન કરશે.જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય સહિતના 72 વિભાગના કર્મચારીઓ સામેલ થશે અને પોતાની અલગ-અલગ માગો સાથે વિરોધ પ્રદર્શન કરશે. કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની પણ સળંગ સર્વિસ કરવી, અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, 4200 ગ્રેડ પે, જૂની પેંશન યોજના ચાલુ રાખવી અને ફિક્સ પગારના કેસ સુપ્રીકોર્ટમાંથી પરત ખેંચવાની માગ સાથે પ્રદર્શન કરશે. માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગમે બેઠકનું આયોજન કર્યું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા. ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓએ બેઠક બોલાવી છે. જેમાં કાયદો પરત નહીં ખેંચાવા પર આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે, અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પરત ખેંચવાની ખાતરી આપી હતી. આમ છતાં કાચદો પરત નહીં ખેંચાતા માલઘારી સમાજે બેઠક બોલાવી છે.