• કોરોનાકાળમાં બંધ કરાયેલી ટ્રેન શરૂ કરાઈ
• અમદાવાદ-મુંબઈ વચ્ચે 3 ટ્રેન ફરી શરૂ કરાશે
• ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓને થશે મોટી રાહત
india
દેશમાં કોરાનાએ તો આર્થિક રીતે કમર ભાંગી નાંખી. કેટલાક ઉદ્યોગ ધંધાઓ બંધ કરવાનો વારો આવ્યો. અનેક લોકો બેરોજગાર થઇ ગયા. જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા બધુ ધીરે ધીરે પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે કોરોના કાળમાં બંધ થયેલી મુસાફરો માટેની સુવિધા શરુ થતા પ્રવાસીઓને રાહત મળી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત થશે.
કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષે અમદાવાદ-મુંબઇ વચ્ચે 3 ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી છે. મુંબઇ-અમદાવાદ,વલસાડ-વડોદરા અને સુરત-ભુસાવળ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવશે. જો કે આ કોઇ નવી ટ્રેનો નથી. અગાઉ પણ ચાલતી જ હતી. પરંતુ કોરોનાકાળ અને વીજળના સંકટને કારણે આ ટ્રેનો બંધ કરાઇ હતી. રોજબરોજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો આ ટ્રેનો બંધ થવાને લીધે હાલાકી વેઠી રહ્યા હતા. ત્યારે હવે ફરીથી ટ્રેનો શરુ થતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
આ અંગે કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરતા માહિતી આપતા જણાવ્યું હતું કે રોજિંદી મુસાફરી કરતા લોકોની સગવડતાને ધ્યાને રાખીને ભારતીય રેલ દ્વારા ટ્રેન સેવા ફરીથી કાર્યરત કરવામાં આવે છે. જેમાં ટ્રેન નંબર- ૫૯૦૪૯/૫૦ વલસાડથી વડોદરા. ટ્રેન નંબર ૫૯૦૧૩/૧૪ .સુરત – ભૂસાવલ તથા ટ્રેન નંબર ૫૯૩૪૯/૫૦ મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ત્રણ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી છે.