બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે.
125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં.
PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી.
કસરા-દાંતીવાડા પાઈપલાઈનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. પાટણના બે તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે. આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારને પૂરતું પાણી મળશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઈનથી 100 ક્યુસેક પાણીનું વહન થશે. નર્મદાના પાણીને મુક્તેશ્વર ડેમમાં રાખવામાં આવશે. બનાસકાંઠાના પૂર્વ વિસ્તા
તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં. અને PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પાણી માટે ‘પોસ્ટકાર્ડ આંદોલન’ પણ ચલાવવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી તેઓની માંગ ન સ્વીકારાતા છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન છેડાયું હતું.