ડુંગળીના ઉત્પાદનમા ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે
સરકારે થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી.
APMC ખાતે મોટા પાયે ડુંગળી ઠળવાઈ તેવી સંભાવના છે
ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમા સૌરાષ્ટ્ર અને તેમા પણ ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે. ગુજરાતમા ગયા વર્ષે આવેલા વાવાજોડાના કારણે ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને ખુબ મોટું નુકશાન થયું હતું.જેને પગલે સરકારે પણ ખેડૂતોની પરેશાની પરખી સરકારે તે વાત સ્વીકારીને 1 માસથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કિલોએ 2 રૂપિયા અને થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી. જો કે ત્યાર પછી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી.
સરકારે માંગનો સ્વીકાર કરી અને તેની મુદત વધુ 1 માસ એટલે કે મેં માસ સુધીની વધારવાનું અને તે મુજબ સહાય ચૂકવવાનું નક્કી કરાયું છે. સરકારના નિર્ણયને ખેડૂતોએ આવકર્યો છે. સરકારે આ જાહેરાત કરતા હવે એપ્રિલ માસ બાદ મેં માસમા પણ જે ખેડૂતોએ સસ્તા ભાવે ડુંગળી વહેંચી છે તેને પણ સહાયનો લાભ મળશે. 1 માસની સમય મર્યાદા વધારે મળતા હવે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે. તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં પુષ્કળ વાવેતરને લઈને APMC ખાતે મોટા પાયે ડુંગળી ઠળવાઈ તેવી સંભાવના છે ત્યારે ૨૨૫૦ લાખ કિલોના રૂપિયા બે લેખે ૪૫ કરોડ જેટલી સહાય ચૂકવાશે. ડુંગળી પક્વતા ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ ન મળતા ઘણા સમયથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ પાક લેતા 35 હજાર ખેડૂતો માટે કિલો દીઠ 2 રૂપિયાનો ભાવ વધારાનો આદેશ સંબંધિત તમામ એપીએમસીને કરી દીધો છે.