કૃષિ વિભાગે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી છે
કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે.
ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે.
ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગે ખેડૂતોનો મોબાઈલની સહાય આપવા માટે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી હતી. આ સહાયનો લાભ લેવા માટે કુલ 33 હજાર 79 અરજી કરવામાં આવી હતી. જેમાંથી કૃષિ વિભાગે 32 હજાર 775 અરજી મંજૂર કરી છે. જેથી 16 હજાર 667 ખેડૂતોને મોબાઈલની સહાય કરવામાં આવશે. આ સહાય અંતર્ગત કૃષિ વિભાગ આ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવા પર 6 હજાર રૂપિયાની ચૂકવણી કરશે.આ અંગે રાજ્યના કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે.સરકાર ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં મદદ કરશે. કિંમતના 40 ટકા અને વધુમાં વધુ રૂપિયા 6 હજાર સુધીની સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદી પર આપવામાં આવશે. અને પહેલાં 15 હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી પર 10 ટકાની સહાય મળતી હતી.
જ્યાર બાદ વધારે સહાય આપવાની મંજૂરી પણ રાજ્ય સરકારને મળી ગઈ હતી. આથી જે-તે સમય દરમ્યાન રાજ્ય સરકારે લેખિત પરિપત્ર બહાર પાડી સહાય વધારાની જાહેરાત કરી હતી. ઉદાહરણ તરીકે, જો ખેડૂત 15000નો ફોન વસાવે છે તો સરકાર ખેડૂતને રૂપિયા 6 હજારની સહાય આપશે તેમજ બાકીના 9 હજાર ખેડૂતે જાતે ભોગવવાના રહેશે.ગુજરાતના ખેડૂતોને લઈ મોટો નિર્ણય લીધો હતો. સરકારે તૈયાર કરેલી ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે. જેનું વ્યાજ સરકાર ભોગવશે. એ માટે કો-ઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને આથી સહાયની આ જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે.