- હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ
- અગાઉ પેપરલીકના કારણે કરાઈ હતી રદ
- 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. આગાઉ પેપરલીક થવાના કારણે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેના પછી ઉમેદવારો ફરીથી તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક વર્ગ-3ની જાહેરાત ગયા વર્ષે 20 જાન્યુઆરીએ આવી હતી.
લાંબા સમયની તૈયારી પછી ઉમેદવારો ગયા ડિસેમ્બર મહિનાની 9મી તારીખે ઉમેદવારો પરીક્ષા આપવામા બેઠા હતા. જોકે પેપરલિક થતા પરીક્ષામાં બેસેલા ઉમેદવારોના સપના પર પાણી ફેરવાઇ ગયું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ મામલે સરકારમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેના પછી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. ઉલ્લેખનીય છે કે હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું. જે બાદ હેડ ક્લાર્કની પરીક્ષાની ભરતી રદ્દ થવાની જાહેરાત સરકાર તરફથી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.