- આગામી સપ્તાહમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે
- તાપમાનનો પારો 7 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવશે પલટો
હાલ રાજ્યમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે રાજ્યમાં ઠંડી તો પડે જ છે પરંતુ માવઠું પણ થઈ રહ્યું છે. ઠંડીની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજયમાં 3 વખત માવઠું થઈ ચૂક્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને આગામી સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવડી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
આજે કચ્છ જિલ્લાનાં નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11, ગાંધીનગરમાં 12.7 , રાજકોટમાં 12.7 અને અમદાવાદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તાપમાનનો પારો સાતતી આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી ગગડવાની શક્યતા છે. નલિયામાં 7-8 ડિગ્રી, અમદાવાદમાં 13.6, ડીસામાં 11, ગાંધીનગરમાં 12.7, વલ્લભવિદ્યાનગરમાં 18, વડોદરામાં 16.2, સુરતમાં 17.2, દમણમાં 19.4, ભુજમાં 12.8, દ્વારકામાં 15.8, રાજકોટમાં 12.7, વેરાવળમાં 15.2, કેશોદમાં 12.8 અને સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠઁડીનો સૌથી વધુ પડશે. ઉપરાંત રાજ્યના મોટાંભાગના વિસ્તોરમાં તાપમાનનો પારો સાતથી આઠ ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે.