ગાયત્રી શક્તિપીઠ, ગાંધીનગરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે “શ્રીમદ્ પ્રજ્ઞાપુરાણ કથામૃતમ્” નું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને યુગનિર્માણ યોજના પંડિત રામ શર્મા આચાર્ય દ્વારા સ્થાપિત નૈતિક, બૌધિક, સામાજિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે કાર્ય કરવું એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભિયાન છે.
ગાયત્રી શક્તિપીઠ સમાજમાં યોગ્ય, દિવ્ય અને સાત્વિક વાતાવરણની ભૂમિકા ઊભી કરવા માટે કાર્ય કરવાના મિશન સાથે આ સંસ્થા કાર્ય કરે છે. અત્યારનો યુગ અભુતપૂર્વ તથા અસાધારણ સમસ્યાઓનો યુગ છે. જે માનવનાં અસ્તિત્વને પડકાર ફેંકી રહ્યો છે. એનું નિદાન તથા સમાધાન ભૌતિક ક્ષેત્રમાં નથી, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં છે.
લોકમાનસને શ્રેષ્ઠતા તરફ લઈ જવા, પતન તરફ જઈ રહેલા પ્રવાહને ઉર્ધ્વગમન, ઉન્નતિ તથા અભ્યુદય માટે ઉંચે ઉઠાવવાની શક્તિ ધરાવતું મજબૂત માધ્યમ એટલે પ્રજ્ઞાપુરાણ કથામાં ધર્મ લોકશિક્ષણનો જે અભિગમ રામ શર્મા આચાર્યજી એ બતાવ્યો છે, જેનો અહેસાસ ગુરુદેવ રચિત આ 19માં પુરાણ, પ્રજ્ઞાપુરાણ કથા દ્વારા અનુભવી શકીએ છીએ, આજના આસ્થા સંકટ અને નબળી વિચાર શક્તિમાં ઓતપ્રોત સમાજને તેમાંથી મુક્ત કરાવવા, તેમના જીવનના સંશયો, અજ્ઞાનતા અને અંધકારને દુર કરી પ્રકાશ પામવાની જડીબુટ્ટી, પ્રજ્ઞાપુરાણ કથાના જ્ઞાનામૃતથી મેળવી શકાય છે.
આ પ્રસંગ ગાયત્રી શક્તિપીઠ, ગાંધીનગરને 25 વર્ષ પુરા થયા હોય, તેની રજત જયંતિની ઊજવણીના ભાગરૂપે તા. 06 નવેમ્બર 2022 રવિવારના રોજ સવારે 4:30 કલાકે દેવ સંસ્કૃતિ વિશ્વવિધાલય, હરિદ્વારના પ્રતિ કુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીના વરદહરતે શક્તિપીઠમાં સ્થાપિત દેવી-દેવતાઓનાં વિશેષ પૂજન અર્ચન સંપન્ન થશે. તો આ કથાનું અમૃતપાન કરવા તેમજ દેવપૂજનમાં પધારવા સંસ્થા તરફથી સૌને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વક્તા તરીકે નિમિષાબેન ભરતભાઈ સાવલીયા – સુરત છે. કથાસ્થળ- ગાયત્રી શક્તિપીઠ, સેક્ટર-1, ગાંધીનગર, તારીખ- 02 નવેમ્બર (બુધવાર) થી તા. 06 નવેમ્બર 2022 (રવિવાર) બપોરે 02 કલાક થી સાંજે 06 વાગ્યા સુધી રહેશે. પોથીયાત્રા 02 નવેમ્બર બુધવાર બપોરે 01 કલાકે પ્લોટ નં. 45/1, સેક્ટર-2/એ, શ્રીમતી ઈલાબેન નિલેષભાઈ પંડ્યાના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરી ગાયત્રી શક્તિપીઠ સેક્ટર-1, પહોંચશે. પૂર્ણાહૂતિ : તા. 06 નવેમ્બર રવિવાર સવારે શક્તિપીઠ ખાતે 11 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. પ્રજ્ઞાપુરાણ કથાની પૂર્ણાહૂતિ સાંજે 05 કલાકે થશે.