8 -10 વર્ષ પહેલા ગમે તે કામમાં લાઈનો હતી, બધુ ઓન’લાઈન’ કરી સમાધાન કર્યું: મોદી
ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીકનો દેશ ભરમાં કરાવ્યો પ્રારંભ
200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળામાં વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ડિજિટલ ઇન્ડિયા વીક -૨૦૨૨”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત કાર્યક્રમ આજથી 9 જુલાઈ સુધી ચાલશે. જેમાં 200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળાનું આયોજન કરવામા આવ્યું છે.
ગુજરાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વિકનો પ્રારંભ કરાવતા કહ્યું કે સમયની સાથે જે દેશ આધુનિક ટેક્નોલોજીને નથી અપનાવતો તે પાછળ રહી જાય છે.આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવી ચૂક્યું છે. વધુમા કહ્યું કે આજે ભારત ગર્વથી કહી શકે છે હિન્દુસ્તાન દુનિયાને દિશા બતાવી રહ્યું છે. મને એ વાતની ખુબ ખુશી છે કે ગુજરાતે આમાં પણ પથપદર્શકની ભૂમિકા નિભાવી છે. ટેક્નોલોજીનો સાચો ઉપયોગ સમગ્ર માનવ જાત માટે કેટલો લાભદાયી છે તેનું ઉદાહરણ ડિજિટલ ઇન્ડિયા રૂપે ભારતે સમગ્ર વિશ્વની સામે રાખ્યું છે
માત્ર 8 -10 વર્ષ પહેલાની સ્થિતિને યાદ કરો, જન્મ સર્ટીફીકેટ, બિલ લાઇન, રાશન લાઇન, એડમિશન લાઇન, રિઝલ્ટ-સર્ટિફિકેટ લાઇન, બેન્કોમાં લાઇન, આ તમામ લાઇનોનું સમાધાન ભારતે ઓનલાઇન થઇને કરી નાખ્યું. રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન હવે લોકો માટે ખુલ્લુ મુકાયું છે.5 અને 6 જુલાઈએ તકનિકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે, 7થી 9 જુલાઈ સુધી ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન થશે.આ લોન્ચિંગ કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા છે.
ડિજિટલ ઇન્ડિયા વિક કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- પ્રધાનમંત્રી મોદીના હસ્તે ડિજિટલ ઇન્ડિયા વિકનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે ગૌરવપૂર્ણ ઘટના, ગુજરાતે આપના માર્ગદર્શનમાં અનેક સિદ્ધિઓ મેળવી PM મોદીના હસ્તે આજે ડિજિટલ ઇન્ડિયા વીકનો દેશવ્યાપી શુભારંભ થશે. આ લોન્ચિંગ કાર્યક્રમ માટે આજે PM મોદી ગુજરાતના ટુંકા પ્રવાસે છે. CM ભૂપેન્દ્ર પટેલે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર હતા.