જિલ્લાની અમુક શાળામાં બે દિવસની રજા આપી દેવામાં આવી છે
અમરેલી જિલ્લા પ્રશાસને આગાહીને ધ્યાને રાખીને આગામી બે દિવસ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે
દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે
રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સતર્કતાના ભાગે રૂપે અત્યારથી જિલ્લાની અમુક શાળામાં બે દિવસની રજા આપી દેવામાં આવી છે.
મહત્વનું છે કે શાળા કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતીને સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શિક્ષણકાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ અધિકારી કે વહીવટી તંત્ર નિર્ણય લઇ શકશે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું, આ બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્ષ કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો.
અમરેલી જિલ્લા પ્રશાસને હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને આગામી બે દિવસ શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરી છે. તારીખ 14 અને 15 જુલાઇના રોજ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યોછે. મહત્વનું છે કે અમરેલીમાં ભારે વરસાદની સ્થતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 14 અને 15 જુલાઇના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને ધ્યાને રાખીને આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો, ITI અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે 14 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 14 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે .ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદારા નગર હવેલીમાં આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જુલાઈએ વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયુ છે જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન 52થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો કે અમદાવાદમાં તો સામાન્ય વરસાદની જ આગાહી કરવામાં આવી છે.