ડીસાના ખેંટવા ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે.
વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું.
આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા.
ડીસાના ખેંટવા ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. ગત રવિવાર મોડી સાંજ બાદ ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા લાગ્યો હતો. અને બાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું.
અહી આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા.આમ દુનિયામાં ભાગ્યે જ થતો માછલીઓનો વરસાદ ડીસા તાલુકાના ખેંટવા ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં એક ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. તેમજ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.