રાજકોટમાં ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી
FRCએ ખાનગી શાળાઓને ફી વધારાની આપી મંજૂરી
ખાનગી શાળાઓમાં ફીમાં 7 ટકા વધારાને મંજૂરી
ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓને ફી નો મોજો ના પડે તે માટે સરકારે FRCની રચના કરી છે. જોકે ઘણી શાળાઓ FRCના નિયમોને સ્કૂલ સંચાલકો નેવે મુકી રહ્યા છે. FRC ફીના માળખા અને ધારાધોરણો તો નક્કી કરે છે પરંતુ મધ્યમવર્ગની જનતાને શાળાઓની મોટી વસુલાત સામે પિસાવાનો વારો આવે છે. ત્યારે રાજકોટમાં ખાનગી શાળાઓમાં ફરી એકવાર ફી વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે જેનો માર વાલીઓ પર પડશે.
શાળા સંચાલકો સ્કૂલ ફીમાં વધારો કરવા FRCને ભલામણ પર ભલામણ કરી રહ્યા છે. ત્યારે આખરે સરકાર, FRC કમિટી અને સંચાલકોની બેઠકો થાય છે જેમાં વાલીનું પ્રતિનિધિ મંડળ પણ હાજર હોય છે પણ છેલ્લે તો એક જ નિર્ણય આવે છે. ફી વધારો એ ભલેને પછી થોડો હોય એવી રીતે આજે. રાજકોટના ખાનગી સંચાલકોના શાળાના પ્રતિનિધિ મંડળ દ્વારા FRC સમક્ષ ફી વધારાની રજૂઆત મૂકવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષથી કોરોના કાળમાં ફી ન વધારી હોવાનો કારણ આગળ ધરી આ માટે ભલામણ કરવામાં આવી હતી. પણ આજે રાજકોટના ખાનગી સંચાલકોની આ રજૂઆતને FRCએ સ્વીકારી લીધી છે.
રાજકોટની 307 ખાનગી શાળાઓ 7 ટકા વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. થોડા જ સમયમાં શરૂ થતાં નવા સત્રમાં આ ફી વધારો ખાનગી શાળાઓમાં લાગુ કરી દેવામાં આવશે જેનું ભારણ વાલીઓ પર પડવાનું નક્કી છે. જ્યારે પહેલેથીજ વાલીઓ મોંઘવારીના ભારણ નીચે દબાઈ ચૂક્યા છે, ત્યારે હવે શાળાની ફી વધારાના નામે વધુ એક બોજી પાડવા જઇ રહ્યો છે. ફી વધારોઈ નવા સત્રથી લાગુ કરવામાં આવનાર છે.