ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ અલગ-અલગ સરકારી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યના અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના 150 સંગઠનના હોદ્દેદારોએ આજે સૂત્રોચાર સાથે પોતાની માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે અને તેની સાથે-સાથે રાજ્ય સરકારોને અન્ય સહકારી વિભાગના કર્મચારીઓ છે એ પોતાની જૂની માંગણીઓને લઈને ઉગ્ર બની રહ્યા છે.
રાજકોટમાં સતત બીજો દિવસ છે જ્યારે રાજ્ય સરકારના વિવિધ ઘટકના કર્મચારીઓ આજે પોતાની માગણીઓને લઈને રેલી કાઢી સાથે કલેક્ટર કચેરીઓ ઉમટ્યા હતા. જેમાં એસટી પરિવહન વિભાગના લોકોએ મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવી માગ કરી હતી. જીઇબીના કર્મચારીઓએ 7 માં પગાર પંચ ભાથાની માગ કરી હતી. તેમજ ફિક્સ કેમચરીઓનો સમય ગાળો ઘટાડવાની માગ કરી હતી. તેમજ મધ્યાહન ભોજન સાથે જોડાયેલા લોકોએ પગાર વધારોની માગ કરી હતી. હાલ 1600 રૂપિયા જ પગાર છે તે વધારવા માગ કરી હતી તેમજ કાયમી કરવા માગ કરી હતી. આ ઉપરાંત યોગ્ય ક્વોલિટીનું અનાજ આપવા માગ કરી હતી.
આશા વર્કર બહેનોએ પગાર વધારો હાલ માત્ર 800 રૂપિયા જ છે જે વઘારવા માગ કરી હતી. પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓએ પણ 7મું પગાર પંચ આપવા માગ કરી હતી. ભારતીય મજદૂર સંઘના આગેવાને નિવેદન આપ્યું હતું કે, સરકાર તેમની તમામ માગ સ્વીકારે જો સરકાર તેમની આ માગ નહિં સ્વીકારે તો આવતી ચૂંટણીમાં તેની ગંભીર અસરો થશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગઈકાલે જ રાજકોટ શહેરમાં અલગ-અલગ બે સરકારી વિભાગોની વિશાળ રેલી નીકળી હતી. જેમાં સૌપ્રથમ શિક્ષક સંઘ દ્વારા એક વિશાળ રેલી કાઢી હતી તો બપોરના સમયે રાજકોટ સહિત અલગ અલગ સાત જેટલા જિલ્લાઓમાંથી સરકારી કર્મચારીઓએ વિશાળ રેલી કાઢી હતી.