એસટી નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા એસટી નિગમના કર્મચારીઓની પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનની નોટિસ આપવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું. આર્થિક મુદાને લઈ ચુકવણી અમલવારીના આદેશ આપ્યો હતો પરંતુ તેની પુરેપુરી અમલવારી ન થતાં ફરી કર્મચારીઓ સરકારને ઘેરવાના મૂડમાં છે.
23 ઓગસ્ટના પણ રજુઆત કરવામાં આવી હતી.પરંતુ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ નજર અંદાજ કરવામાં આવતા કર્મચારીઓ રોષ જોવા મળ્યો. સંકલન સમિતિએ નોટિસ આપી આંદોલનનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.
16 સપ્ટેમ્બરના ટેક્ષ મેસેજ , ટ્વિટર ઉપર તેમજ સ્ટેટસ રાખી પોતાની માંગણીઓ રજુ કરશે. 17થી 20 સપ્ટેમ્બર એસટી નિગમના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. રિશેષ સમય દરમિયાન પોતાના ફરજના સ્થળે ડેપો વર્કશોપ ખાતે નિગમની પ્રિમાઈસીસની બહાર રહી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે. 21 અને 22 સપ્ટેમ્બરના નિગમના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે અને 22 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સી.એલ. ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
નિગમ દ્વારા ઓનલાઈન બુકીંગમાં શરૂ કરાયેલ એપ્લીકેશન દ્વારા મુસાફર જનતા પાસે ફરજ પરના કંડકટરના પર્સનલ મોબાઈલ નંબર જતાં કેટલાક મુસાફરો દ્વારા ફરજ પરના કંડકટર સાથે અસભ્ય અને ઉધ્ધતાઈભર્યુ વર્તન કરતાં હોવાની અને ફરજ પરના મહિલા કંડકટર સાથે વોટસએપમાં પણ અસભ્ય વર્તન કરતાં કરવામાં આવે છે. નિગમની દરેક રૂટની ટ્રીપશીટમાં ફરજ પરના કંડકટર કર્મચારીઓના પર્સનલ મોબાઈલ નંબર દર્શાવવામાં ન આવે તેવી માંગ કરવા આવી છે.
એસટી નિગમના માન્ય ત્રણેય યુનિયની સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો સાથે નોટિસ આપવામાં આવી છે. આ સાથે ચિમકી ઉચ્ચારી છે કે, પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો 44 હજાર કર્મચારીઓ આંદોલન કરશે અને માસ સીએલ પર ઉતરી જશે.
જાણો શું છે કર્મચારીઓની માંગણી
• ડ્રાયવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારા માટે મેનેજમેન્ટ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ અમલવારી થઈ નથી.
• રાજય સરકારના કર્મચારીખોને ચુકવવામાં આવેલા મોંઘવારી ભથ્થા પૈકી ૧૧% ૩% ૩% એમ કુલઃ -૧૭ % મોંઘવારી ભથ્થાની અસર નિગમના કર્મચારીઓને આપવામાં આવેલ નથી.
• નિગમના કર્મચારીઓને પગારધોરણને આનુસાંગીક મળતાં વિવિધ ભથ્થાઓમાં વર્ષ -૧૯૯૭ બાદ આજદિન સુધી કોઈ જ સુધારો થયેલ નથી.
• એસ.ટી.નિગમના ડ્રાયવર, કંડકટર, મિકેનીક તેમજ ઓ.ટી. મેળવતાં કર્મચારીઓને ૭માં પગારપંચ મુજબ મળતા પગારધોરણે ઓ.ટી.ના દરમાં સુધારો કરી લાભ આપવામાં આવે.
• હકક રજાનું રોકડમાં ત્વરીત ચુકવણું કરવા અમારી માંગ
• ગ્રેડ – પેમાં સુધારો કરવા અમારી માંગ
• નિગમના મિકેનિક કક્ષાના અને વહીવટી કક્ષાના કર્મચારીઓના ગ્રેડ- પેની વિસંગત્તા દૂર કરવા અમારી માંગ છે.