આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રના પ્રધાનોનો કોઇને કોઇ કારણસર ગુજરાત પ્રવાસ આયોજાયો છે. હાલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ડિફેન્સ એક્સપોને લઈને બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમાં આજે તેઓ વડાપ્રધાન માટે લખાયેલા પુસ્તકનું વિમોચન કરશે. તેમજ આજે સાંજે ડિફેન્સ એક્સ્પોને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે.
તેમાં પત્રકારો સાથે વાર્તાલાપ કરશે. ગાંધીનગરની હોટલ લીલા ખાતે મોદી એટ ધ રેટ 20 સપના થયા સાકારનું ગુજરાતી અનુવાદન ગ્રંથનું વિમોચન કેન્દ્ર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. એસ. મુરગનના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.
ત્યારબાદ તેઓ સાંજે પત્રકાર પરિષદને સંબોધન કરશે. આવતીકાલે શરુ થતા ડિફેન્સ એકસપો પ્રારંભ પૂર્વે તેઓ પ્રદર્શનની ગ્રાઉન્ડ પર મુલાકાત લેનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે. ભારતના સંરક્ષણ મંત્રી.
રાજનાથસિંહ આજે ગાંધીનગરમાં હોટલ લીલા ખાતે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ દ્વારા પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ કરશે. ભારતના ગૃહમંત્રી અમિત શાહથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહ્કાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિતના 22 મહાનુભાવોએ લખેલા 21 પ્રકરણોનો સંગ્રહ, ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું લોકાર્પણ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આ વર્ષે મે મહિનામાં નવી દિલ્હીમાં ક્યું હતું.
પીએમ મોદીની વીસ વર્ષની સફર વિશેની સુક્ષ્મદ્રષ્ટીની વિગતોને સમાવતું આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.એસ મુરુગન ઉપસ્થિત રહેશે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા અનુવાદિત આ પુસ્તક હું આમુખ ભારત રત્ન સ્વર્ગીય લતા મંગેશકર દ્વારા આલેખવામાં આવ્યું છે.