Lok Sabha Election Result 2024 : ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ-દીવની લોકસભા બેઠકનું ચૂંટણી પરિણામ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે લાલુ પટેલને સતત ચોથી વખત રિપિટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તો આ બંન્નેની લડાઉમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ફાવી ગયા અને તેમની જીત થઈ છે
દમણ-દીવ બેઠક પર કોની કોની વચ્ચે હતી ટક્કર ?
- અપક્ષ ઉમેશ પટેલ
- ભાજપ લાલુ પટેલ
- કોંગ્રેસ કેતન પટેલ
અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈની જીત
દીવ દમણના અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા છે. કૉંગ્રેસના કેતન પટેલને 9159 મત મળ્યા છે.
કોણ છે લાલુ પટેલ?
લાલુ પટેલ દમણ-દીવના વર્તમાન સાંસદ છે. ભાજપે સતત ચોથી વાર લોકસભા લડવાની તક આપી હતી. 2009થી દમણ-દીવ લોકસભા બેઠક ઉપર જીત મેળવી રહ્યા છે. જમીનથી જોડાયેલા નેતા તરીકેની છાપ છે.
કોણ છે કેતન પટેલ?
કેતન પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. કોંગ્રેસ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહ્યાં તેમજ તાજેતરમાં પ્રિયંકા ગાંધી અંગે નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા
2019નું પરિણામ
- ભાજપ લાલુ પટેલ
- પરિણામ જીત
- કોંગ્રેસ કેતન પટેલ
- પરિણામ હાર
દમણ-દીવ બેઠકનો ઈતિહાસ
1987માં આ બેઠક અસ્તિત્વમાં આવી અને કોંગ્રેસ આ બેઠક ઉપર 3 વખત જીતી છે. જ્યારે ભાજપ આ બેઠક ઉપર 4 વખત જીતી છે. મોટેભાગે પક્ષ અને મુદ્દા આધારીત પરિણામ મળે છે.
દમણ-દીવનું જ્ઞાતિ ગણિત
કોળી પટેલ મતદારો આશરે 22%થી વધુ છે. ખારવા અને કોળી મતદારો પણ નોંધપાત્ર છે. બિનગુજરાતી મતદારોની સંખ્યામાં એક દશકમાં ભારે ઉછાળો થયો છે. દમણ-દીવમાં બિનગુજરાતી મતદારો લગભગ 30%થી વધુ છે.