વિદેશમાં જોવા મળે તેવો વંટોળ સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળ્યો
વંટોળ જોઈ લોકોમાં કુતુહલની સાથે ભય ફેલાયો
ચાલુ વરસાદે લખતર પંથકમાં જોવા મળ્યો આ વંટોળ
વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જોયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર પંથકમાં આવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં કુતૂહની સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. સમગ્ર મામલે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવું દ્રશ્યો જોવા મળ્યું હતું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.
વરસતા વરસાદ વચ્ચે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ત્યારે રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય મેઘ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વિતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.